ખેતવહી
ગુજરાતીहिन्दीEnglish
ડાઉનલોડ

ખેડૂતનો ડિજિટલ ચોપડો

ખેતરનો આખો હિસાબ, એક ચોપડામાં.

બિયારણથી વેચાણ સુધી દરેક ખર્ચ અને આવક લખો. ભાગિયાનો ભાગ અને ઉપાડ ખેતવહી જાતે ગણી આપે છે, એટલે સીઝનના અંતે ગૂંચવણ નહીં, ચોખ્ખો હિસાબ.

Google PlayPlay Store પર જલ્દી આવે છે
  • ઇન્ટરનેટ વગર ચાલે
  • સંપૂર્ણ મફત
  • કોઈ જાહેરાત નહીં
  • ડેટા તમારા ફોનમાં જ

જૂની રીત

ડાયરીમાં લખેલો હિસાબ ક્યાં સુધી?

ડાયરી ભીંજાય, પાનાં ફાટે

આખા વર્ષનો હિસાબ એક ડાયરીમાં હોય, અને એ જ ખોવાઈ જાય તો બધું ગયું.

ભાગિયા સાથે ગણતરીમાં ગૂંચવણ

કયો ખર્ચ અડધો, કયો તમારો, કેટલો ઉપાડ આપ્યો: સીઝનના અંતે બધું યાદ રાખવું અઘરું.

પાકમાં ખરેખર કેટલો નફો?

કપાસમાં કમાયા કે મગફળીમાં? ખર્ચ છૂટાછવાયા લખેલા હોય તો સાચો આંકડો મળતો નથી.

સુવિધાઓ

ખેતવહીમાં શું શું છે?

ખેડૂતના રોજના કામ પ્રમાણે બનાવેલી, મોટા અક્ષર અને સાદી સ્ક્રીનવાળી એપ.

  1. ૧

    જમીન અને પ્લોટ

    દરેક ખેતર ગામ, સર્વે નંબર અને ક્ષેત્રફળ સાથે નોંધો. વીઘા, બીઘા, એકર, હેક્ટર કે ગુંઠા, જે ફાવે તે એકમ.

  2. ૨

    નકશા પર ખેતર માપો

    સેટેલાઇટ નકશા પર ખેતરની હદ દોરો, અથવા ફોન લઈને શેઢે ચાલો. ક્ષેત્રફળ જાતે ગણાઈ જાય.

  3. ૩

    પાક પ્રમાણે હિસાબ

    બિયારણ, ખાતર, દવા, મજૂરી, પિયત અને વેચાણ: દરેક પાકની આવક, ખર્ચ અને નફો અલગ દેખાય.

  4. ૪

    ભાગિયાનો ભાગ આપોઆપ

    ચોથો, ત્રીજો કે અડધો ભાગ એક વાર નક્કી કરો. પછી દરેક ખર્ચ અને આવકમાં ભાગિયાનો ભાગ જાતે ગણાય.

  5. ૫

    ઉપાડની નોંધ

    ભાગિયાને આપેલો ઉપાડ અને પાછી મળેલી રકમ લખો. કોણે કોને કેટલા આપવાના છે તે હંમેશાં સામે.

  6. ૬

    131 પાક, ફોટા સાથે

    કપાસ, મગફળી, જીરું, ઘઉંથી લઈને શાકભાજી, બાગાયત અને ફૂલ સુધી, દરેક પાક ફોટા અને ગુજરાતી નામ સાથે.

  7. ૭

    ગુજરાતી, હિન્દી, અંગ્રેજી

    તમને ફાવે તે ભાષામાં વાપરો. ભાષા ગમે ત્યારે બદલી શકાય.

  8. ૮

    નેટ વગર, લૉક બેકઅપ સાથે

    ખેતરમાં નેટવર્ક ન હોય તો પણ ચાલે. પાસવર્ડવાળો બેકઅપ બનાવી નવા ફોનમાં બધું પાછું લાવો.

જાતે અજમાવો

ભાગિયાનો હિસાબ, અહીં જ ગણી જુઓ

આંકડા બદલો અને જુઓ ખેતવહી સીઝનના અંતે કેવી રીતે હિસાબ કરે છે.

ભાગિયાનો ભાગ
ખેતવહીકપાસ
આવકમાં ભાગિયાનો ભાગ
₹45,000
ખર્ચમાં ભાગિયાનો ભાગ
−₹18,000
ઉપાડ બાદ
−₹10,000
તમારે ભાગિયાને આપવાના₹17,000
તમારો ચોખ્ખો નફો₹81,000
હિસાબ પૂરો

આ ઉદાહરણમાં દરેક ખર્ચ ભાગના પ્રમાણમાં વહેંચાયો છે. એપમાં દરેક ખર્ચનો નિયમ અલગ રાખી શકાય: ભાગ પ્રમાણે, અડધો, ફક્ત તમારો, ફક્ત ભાગિયાનો કે તમે નક્કી કરો તેટલો.

શરૂઆત

ચાર પગલાંમાં શરૂ કરો

  1. ૧

    એપ ખોલો

    નામ અને ગામ લખો. OTP કે ઇન્ટરનેટની જરૂર નથી.

  2. ૨

    ખેતર ઉમેરો

    નકશા પર દોરો, શેઢે ચાલીને માપો કે ક્ષેત્રફળ સીધું લખો.

  3. ૩

    પાક અને ભાગિયો ઉમેરો

    પાક પસંદ કરો અને ભાગિયાનો ભાગ નક્કી કરો.

  4. ૪

    ખર્ચ અને આવક લખતા રહો

    નફો અને ભાગિયાનો હિસાબ ખેતવહી જાતે ગણશે.

પાકની યાદી

તમારો પાક, તમારી ભાષામાં

131 પાક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નામ અને ફોટા સાથે. ગુજરાતનાં ગામ પણ યાદીમાં પહેલેથી.

  • કપાસકપાસ
  • મગફળીમગફળી
  • જીરુંજીરું
  • દિવેલાદિવેલા
  • ઘઉંઘઉં
  • બાજરીબાજરી
  • કેરીકેરી
  • કેળાકેળા
  • મરચાંમરચાં
  • ડુંગળીડુંગળી
  • બટાકાબટાકા
  • ટામેટાંટામેટાં
  • તલતલ
  • જુવારજુવાર
  • ચણાચણા
  • તુવેરતુવેર
  • શેરડીશેરડી
  • વરિયાળીવરિયાળી
  • લસણલસણ
  • ઇસબગુલઇસબગુલ
  • દાડમદાડમ
  • પપૈયુંપપૈયું
  • મકાઈમકાઈ
  • રાયડોરાયડો

એપની ઝલક

એપ કેવી દેખાય છે

દરેક સ્ક્રીન સાદી, મોટા અક્ષર અને ઓછાં બટન સાથે.

સ્ક્રીનશૉટ જલ્દી
હોમ: આ વર્ષનો કુલ હિસાબ
સ્ક્રીનશૉટ જલ્દી
પાકનો હિસાબ: આવક, ખર્ચ, નફો
સ્ક્રીનશૉટ જલ્દી
ભાગિયાનો હિસાબ અને ઉપાડ
સ્ક્રીનશૉટ જલ્દી
નકશા પર ખેતરની હદ
સ્ક્રીનશૉટ જલ્દી
શેઢે ચાલીને ખેતરનું માપ
સ્ક્રીનશૉટ જલ્દી
પાસવર્ડવાળો બેકઅપ

ગોપનીયતા

તમારો હિસાબ, તમારા ફોનમાં.

ખેતવહીનું કોઈ સર્વર નથી. તમે લખેલી માહિતી અમને ક્યારેય મળતી નથી, અને અમે તેને જોઈ પણ શકતા નથી.

ગોપનીયતા નીતિ વાંચો →
  • બધો ડેટા ફક્ત તમારા ફોનમાં
  • કોઈ જાહેરાત નહીં, કોઈ ટ્રેકિંગ નહીં
  • બેકઅપ ફાઇલ તમારા પાસવર્ડથી લૉક
  • લોકેશન ફક્ત ખેતર માપતી વખતે

બનાવનાર

ખેડૂતના દીકરાએ, ખેડૂતો માટે બનાવી છે.

ખેતવહી ખાનપુર (વાવ-થરાદ)ના એક ખેડૂતના દીકરાએ ગુજરાતના ખેડૂતો માટે બનાવી છે. ભાગિયા સાથેનો હિસાબ, ઉપાડ અને ખેતરનું માપ: ગામમાં જે રીતે કામ થાય છે, એપ એ જ રીતે ચાલે છે.

Vipul Chaudhary · ખાનપુર, વાવ-થરાદ

સૂચન કે ફરિયાદ હોય તો લખો

પ્રશ્નો

વારંવાર પુછાતા પ્રશ્નો

ખેતવહી મફત છે?

હા. ખેતવહી સંપૂર્ણ મફત છે અને તેમાં કોઈ જાહેરાત નથી.

ઇન્ટરનેટ વગર ચાલે?

હા. હિસાબ લખવા અને જોવા માટે ઇન્ટરનેટની જરૂર નથી. ફક્ત નકશો જોવા માટે નેટ જોઈએ.

ભાગિયાનો ભાગ કેવી રીતે ગણાય?

પાક ઉમેરતી વખતે ભાગિયો અને તેનો ભાગ (જેમ કે ચોથો, ત્રીજો કે અડધો) નક્કી કરો. દરેક ખર્ચ માટે નિયમ પસંદ કરી શકો: ભાગ પ્રમાણે, અડધો, ફક્ત તમારો, ફક્ત ભાગિયાનો કે તમે નક્કી કરો તેટલો. ખર્ચ કોણે ભર્યો તે લખો, બાકીનું ખેતવહી ગણી આપશે.

મારો ડેટા સુરક્ષિત છે?

તમારો હિસાબ ફક્ત તમારા ફોનમાં રહે છે; અમને કશું મોકલાતું નથી. બેકઅપ ફાઇલ તમારા પાસવર્ડથી લૉક થાય છે, એટલે પાસવર્ડ વગર કોઈ ખોલી શકતું નથી.

ફોન બદલું કે ખોવાય તો હિસાબ જાય?

બેકઅપ બનાવી રાખો. એ ફાઇલ WhatsApp, Bluetooth કે Driveથી નવા ફોનમાં મોકલો અને એ જ પાસવર્ડથી ખોલો, બધો હિસાબ પાછો આવી જશે.

ખેતર કેવી રીતે માપવું?

સેટેલાઇટ નકશા પર ખેતરના ખૂણા પર ટૅપ કરી હદ દોરો, અથવા ફોન હાથમાં લઈ શેઢે ચાલો. ખેતવહી ક્ષેત્રફળ વીઘા, એકર, હેક્ટર કે ગુંઠામાં બતાવે છે.

iPhoneમાં ચાલે?

હાલમાં ખેતવહી Android ફોન માટે છે.

આ સીઝનનો હિસાબ ખેતવહીમાં રાખો.

મફત ડાઉનલોડ કરો. બે મિનિટમાં શરૂ.

Google PlayPlay Store પર જલ્દી આવે છે